Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Gujarati Album : " ચાહું છું તને....તને પામી ન શક્યો"

 "ચાહું છું તને..  તને પામી ના શક્યો.".. આલ્બમ સોંગ આ ધારદાર કથા ની શૂટિંગ હાલમાં જ ગોધરા શહેરમાં ડૉ ઈન્દ્રવદન પરમાર ફિલ્મ ડાયરેક્ટર ના જબરજસ્ત ઇનોવેટિવ ડાયરેક્શન હેઠળ 22 કલાકારોને લઈને આજ દિન સુધીમાં ક્યાંય નિર્માણ ન થયું હોય તેવું એક જબરજસ્ત યુવા દિલોને ધડકાવતું , યુવાનોના હૃદયની વેદના ને સંવેદનાને તેમની લાગણીઓને વાચા આપતુ ખૂબ જ મનોરંજન સભર જોરદાર ન્યુ અર્બન સેડ ગીતનું ફિલ્માંકન કરી મોટા પડદા ઉપર પણ  રજૂ કરી શકાય તેવું અને નવતર ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે ઇનોવેટિવ કહી શકાય એવી શોર્ટ ફિલ્મ સ્ટોરી ને લઈને એકદમ અર્બન આલ્બમ સોંગ મલ્ટીપલ અદભુત સેડ સોંગ નું ઇનોવેટિવ ફિલ્મી સંકલન કરી ફિલ્માંકન કરી હજુ થોડા દિવસ પહેલા જ શૂટિંગ પૂર્ણ થયેલ છે.


ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લા માટે ગૌરવ સમાન બાબત એ છે કે પંચમહાલ જિલ્લામાંથી પણ આવી ફિલ્મો અને ગીતો જોરદાર બનતા હવે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે અમુક વ્યક્તિઓના જીવનમાં કેટલી આઘાતજનક વાસ્તવિક ઘટનાઓ બની જાય છે, ત્યારે તેમના હૈયાની શું હાલત થાય છે...જેવી યુવા અવસ્થામાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ ને અહીં આ ગીતમાં કેમેરામાં કાચના કચકડે કંડારેલ છે ..


ખરેખર રાજ્યના અને રાષ્ટ્રના યુવાનો માટે આ દિલની ધડકન જેવું આ સોંગ યુવા દોસ્તો માટે ખરેખર લોકપ્રિય બનશે જ એવું હાલમાં લાગી રહ્યું છે તેમની લાગણીઓને જોઈને જોરદાર એકદમ નવતર ઇનોવેટિવ ડાયરેક્શન સાથે બનાવવામાં આવ્યું છે.
ગોધરા અને પંચમહાલ જિલ્લાનું જબરજસ્ત એક મોટું ગૌરવ છે. "ચાહું છું તને તને પામી ના શક્યો" આ  અર્બનગીત નાં લેખન ડીઓપી કેમેરા વર્ક તથા એડિટિંગ ગૌરાંગ દરજી પ્રિયાંગ સ્ટુડિયો એ કરેલ છે. ફિલ્મી સોંગ નું જબરજસ્ત ઇનોવેટિવ ડાયરેક્શન ડોક્ટર ઈન્દ્રવદન પરમાર દ્વારા ખૂબ જ ભાવનાસભર વાતાવરણ સમૂહ સાથે  સમગ્ર 22મી એપ્રિલની રાત્રી દરમિયાન એક ઇનોવેટિવ શૂટ સંપન્ન કરેલ છે.

જેમા ખૂબ જ નવતર અભિગમ સાથે ડોક્ટર ઇન્દ્રવદન પરમાર ના ઇનોવેટિવ માર્ગદર્શન હેઠળ કલાકાર ઇનોવેટીવ આર્ટિસ્ટ તરીકે ગણપત પગી, રવિના રાઠવા, ઈન્દ્રવદન પરમાર, મુન્ના રાજપુત, કીર્તિ રાજ બારીયા, અજય પટેલ, સ્નેહા રાજપુત, મલિષ્કા બામણીયા, પ્રીત, હિતેશ જાદવ , નરેશ બારીયા, ફોટોગ્રાફી ઈશ્વર વળવી, સ્પોટ - પીન્ટુ તથા ઉમેશ, મેકઅપ એસએસ ખાન, સહયોગ બંસરી ફાર્મ, વિજય નીનામા, કરણસાગર, જીગ્નેશ મકવાણા, નામી અનામી અને કલાકારો દ્વારા ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો છે મુંબઈ થી બાબુભાઈ સોલંકીનો પણ સહયોગ રહ્યો છે.

ત્યારે ગુજરાતના ફિલ્મી જગત વાતાવરણ માટે ખૂબ જ યુવા દિલોને અસર કરે એવું , યુવા દિલોના હૈયાઓને ધડકાવતુ જોરદાર ગીત સંગીત મ્યુઝિક સાથે એક્શન ફાઇટ  સંવાદઅને ફિલ્મ કથા પટ કથાસાથે થોડા સમયમાં જ  ગણપત પગી ફિલ્મસ  youtube ચેનલ ઉપર નજદીકના દિવસોમાં રિલીઝ  થનાર છે. 

 આ એકદમ ઇનોવેટિવ એક્શન ડાયલોગ ફાઈટ અને સીનસીનેરીથી તથા રાત્રી ના ભરપૂર દ્રશ્ય સાથે લાઇટિંગ સાથે આ અર્બનસોંગ "ચાહું છું તને.. તને પામી ના શક્યો." આતુરતાપૂર્વક જોવાની જાણવાની ગીતના અંત સુધી એકદમ ઇંતેજારી પૂર્વકજોવાની ખૂબ જ મજા આવશે વર્તમાન યુવા દર્શકોને  ફિલ્મ સોંગ ના અંતે  જબરદસ્ત સામાજિક રચનાત્મક અને હકારાત્મક સંદેશો આ અર્બન સોંગ આપશે જ  એવી અદભુત  કથા સંવાદ લેખન ડો.ઈન્દ્રવદન પરમાર દ્વારા લખાયેલ કથા વસ્તુ દિગ્દર્શન ઈન્દ્રવદન પરમાર દ્વારા બનાવવામાં આવેલ આ યુવા હૃદયો ને હચમચાવી નાખે એવું ગીત જોવું જોઈએ એવું લાગી રહ્યું છે.

યુવાનો ના હૃદયની દર્દ ભરી એક સંવેદના પ્રસ્તુત કરતું અદભુત  આ સોંગ ડાયરેક્ટર ડૉ ઇન્દ્રવદન પરમાર દ્વારા "ડેમલી નું ગૌરવ" નામનું તેમનું આ પૂર્વેઆલ્બમ સોંગ અગાઉ બનાવ્યું છે અને youtube ચેનલ ગણપત પગી ઉપર હાલમાંધૂમ મચાવી રહ્યું છે ઇન્દ્રવદન પરમાર તેમની પ્રેમાળ ટીમ સાથે કામ કરવાની ખુબજ મજા આવી.જેમાં મુંબઈથી બાબુભાઈ સોલંકી જેવા નામાંકિંત કલાકારો એ પણ આ આલ્બમ સોંગમાં ફિલ્મી સેવાઓ આપેલ છે, અને આપતા રહ્યા છે. આપ સૌને જણાવી દઈએ કે ડૉ ઇન્દ્રવદન પરમાર હંમેશા કોઈપણ નાના કલાકારોને રાઈઝીંગ આર્ટીસ્ટોને ઊંચે ઉઠાવવા માટે સતત ઝઝૂમતાં અને એમને પ્રેરિત કરતા જોવા મળે છે.કોઈપણ રીતે કલાકારો ને મદદ કરવી કે કોઈ વ્યક્તિને એ તેમના જીવનનો યુગ ધર્મ બનાવેલ છે.એવું લાગી રહ્યું છે ત્યારે દરેક કલાકારોને પ્રેમ પ્રોત્સાહન લાગણી અને સંપૂર્ણ સ્નેહપૂર્વક માર્ગદર્શન આપી  જરૂરિયાતી કલાકારોને આર્થિક સહયોગ આપીને પણ ખૂબ સુંદર પોતાની કલાકારી પ્રતિભા વિનામૂલ્યે નિશુલ્ક ફિલ્મીસેવાઓ આપે છે.

 ત્યારે આ ફિલ્મી ચલચિત્ર ની દુનિયામાં આ ક્ષેત્રોમાં ડોક્ટર ઈન્દ્રવદન પરમાર એક ખૂબ મોટુ પ્રેરક ઉદાહરણ બન્યા છે જે માનવ સમાજ માટે ગૌરવંતી બાબત છે જાણકારી મળ્યા મુજબ તેઓ શ્રી ક્યારેય કોઈની પાસેથી આપેલ સેવા જેમાં ફિલ્મ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે ગાયત્રી પરિવાર ક્ષેત્ર કે કોઈ માનવતાલક્ષી કાર્ય ક્ષેત્રે સેવાકીય ક્ષેત્રે કે ધાર્મિક ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓ આપવા  બદલ કોઈપણ રીતે કોઈપણ પ્રકારનું આર્થિક મૂલ્ય માટે ના આગ્રહી નથી. ભૂતકાળ અને વર્તમાનકાળમાં ઈન્દુભાઈ પરમાર એક સમાજલક્ષી ઉદાર વલણ ધરાવતા સામાજિક ધાર્મિક અને ફિલ્મ ક્ષેત્રે પણ અનુશાસનમાં માનતા અને નિર્વ્યસની તથા સમાજસેવી તેમની ટીમમાં કામ કરતા તમામ કલાકારો માટે તેમની ઉદાર વલણધરાવે છે. પ્રશંશનીય બાબત એ છે કે ડાયરેક્ટર એક્ટર અને માધ્યમિક શિક્ષક એવા ડો.ઈન્દ્રવદન પરમાર એક હર્યા ભર્યા કુટુંબના સિનિયર વ્યક્તિ ની માફક તમામ કલાકારો સાથે કોઈપણ પ્રકારના અભિમાન વગર પ્રાપ્ત સેવાકીય માનવતાલક્ષી કાર્યો કરે છે. ફિલ્મી ક્ષેત્ર માટે ખૂબ મોટી પ્રેરક બાબત છે.

 વધુમાં ગીતમાં બતાવવામાં આવી છે કે સમાજમાં  વિશ્વાસનું વાતાવરણ ખરેખર મળવું દુર્લભ છે. ત્યારે દગો એકલતા નો લાભ અને અવિશ્વાસ જેવા શબ્દોને ખૂબ સારી રીતે કલાકારોની ઇનોવેટિવ એક્ટિંગ દ્વારા ગીતના ફિલ્માંકન દ્વારા સમજી શકાય એવી બાબત કેમેરામાં કાચના કચકડે મઢેલ  છે. નજીકના દિવસોમાં આ અર્બન સોંગ "ચાહું છું તને.... તને પામી ના શક્યો".. રિલીઝ થશે ત્યારે તમામ ફિલ્મ પ્રેમીદર્શકોએ જોવાનો એક અનેરો અવસર બની રહેશે એવું લાગી રહ્યું છે.

Post a Comment

0 Comments