Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Subsidy નો દુરુપયોગ કાંતિ પ્રજાપતિ ની કલમે

 વિષય : ગુજરાતી ફિલ્મો સબસીડી મેળવવા જ બનતી થઈ


જી હા મિત્રો,આજે વાત કરવી છે ,ગુજરાતી ફિલ્મ ની કથળતી હાલત વિશે ..

આજકાલ ગુજરાતી એવી ફિલ્મો બને છે કે જેને ફિલ્મ કહી જ ન શકાય.એનુ પહેલુ કારણ છે કે , ફિલ્મ ના પ્રોડયુસર માત્ર ગુજરાત મનોરંજન ખાતા ના અધિકારીઓ ની મીલીભગત થી ફિલ્મો ને મળતી સબસિડી નો ગેરકાયદેસર લાભ મેળવવા સ્તરહીન ફિલ્મો બનાવતા થઈ ગયા છે.આજકાલ એવા લોકો ફિલ્મ પ્રોડયુસ કરી રહયા છે કે જેને ફિલ્મો નુ એક ટકા પણ જ્ઞાન નથી.કલાત્મક અને હૃદય સ્પર્શી ફિલ્મો ત્યારે બને કે જયારે પ્રોડયુસર ને ડીરેક્ટર ખુદ  કલા નો જીવ હોય એમના મા કલાત્મકતા હોય.અને આજકાલ તો ડીરેકટર પણ એવા લોકો બની બેઠા છે કે જેમને ડીરેકશન નુ "D" પણ ખબર નથી.આજે જે ફિલ્મો બને છે,એ માત્ર સબસિડી મેળવવા માટે જ બને છે અને એ પણ લો (ઓછા)બજેટમાં.આજ કાલ તો જાણે ઓછા બજેટ વાળા પ્રોડ્યુસર નો રાફડો ફાટયો છે ગુજરાત ના દરેક શહેર માં તમને ઓછા બજેટ વાળા પ્રોડ્યુસર મળી જશે.હું આવા પ્રોડ્યુસર ને કહેવા માંગીશ કે એવી તો કંઈ ઇમરજન્સી આવી ગઈ કે તમે ઓછા બજેટ મે ફિલ્મ કરવા નીકળી પડ્યા.જ્યારે જરૂરિયાત મુજબ નું બજેટ આવે ત્યારે ફિલ્મ બનાવો.પણ મિત્રો તમને ખબર નથી આ પણ એક ચાલ છે ઓછા બજેટ ના નામે રડતા પ્રોડ્યુસરો હકીકત માં કલાકારો અને ટેકનીશિયન સાથે અન્યાય કરે છે.ઓછા બજેટ ના નામે કલાકારો અને ટેકનીશિયન ને પેમેન્ટ ઓછું આપવું પડે તે માટે આ લોકો આવું કરતા હોય છે.રાઈટર ઓછા બજેટ માં, આર્ટિસ્ટ ઓછા બજેટ માં, લોકેશન મફત માં,આર્ટિસ્ટ ગમે તેવા હોય પણ લોકલ જોઈએ જેથી રહેવાનો ખર્ચ પણ બચી શકે,ટેકનીશિયન પણ ઓછા બજેટ ના,પ્રોડક્શન વાળા ની જરૂર ફક્ત ધરમ ના ધક્કા ખાવા માટે, ડિરેક્ટર પણ ઓછા બજેટ માં તો હું આવા પ્રોડ્યુસરો ને પુંછવા માંગીશ કે જ્યારે તમે ભ્રષ્ટાચાર આચરીને મોટી સબસિડી મેળવો છો ત્યારે તમે કલાકારો અને ટેકનીશિયન ને કેટલા રૂપિયા ચૂકવો છો.જેમને તમારી ખરાબ પરિસ્થિતિ સમજી ઓછા બજેટ માં કામ કરવા તૈયાર થઈ તમને મદદ કરે છે.....?

પાંચ  થી સાત લાખ માં થીયેટર ફિલ્મ બનતી થઈ છે આલીયા. માલીયા ને લઈ ને અઠવાડિયા માં ફિલ્મ બનાવી નાખે અને ફાઈલ મુકી દે સબસિડી માટે એમને ખબર જ હોય કે મારા ભાઈ ફાઈલ પાસ કરવાના જ છે.

મિત્રો આજ નો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સબસિડી ના સ્ટ્રેચર પર શ્ર્વાસ લઈ રહયો છે.ઓકસીજન ઉપર છે એમ કહીએ તોય ચાલે.

સૌથી નવાઈ ની વાત એ છે કે, રાજય મનોરંજન ખાતા ના અધિકારીઓ ના મીલીભગત થી આવી ફિલ્મો ની સબસિડી પણ પાસ થઈ જાય છે.ફિલ્મ મા ફિલ્મ કહી શકાય એવુ તો કંઈક હોવુ જોઈએ ને..?શુ જોઈને રાજ્ય મનોરંજન વિભાગ આવી ધટીયા ફિલ્મો ની સબસિડી પાસ કરતા હશે એનો જવાબ છે પૈસા અને ભ્રષ્ટાચાર.....

એવી ફિલ્મો કે જે થીયેટર મા રીલિઝ થાય પછી બે દિવસ મા ઉતરી જાય છે. કારણ કે ફિલ્મ મનોરંજન માટે બનતી જ નથી એ તો ફક્ત સબસિડી મેળવવા જ બને છે.પ્રશ્ન એ ઉભો થાય છે કે, આમા લાગતા વળગતા અધિકારીઓ ની મીલીભગત નો ભાંડો ક્યારે ફૂટશે..? નિમ્નકક્ષા ની ફિલ્મો કે જેને ફિલ્મ કહીજ ન શકાય.એની સબસિડી મંજૂર કરતા અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ક્યારે લેવાશે..?

આવી બકવાસ ફિલ્મો થીયેટર સુધી પહોંચાડતા ડીસ્ટ્રીબ્યુટર સામે પગલાં ક્યારે લેવાશે...?

અમુક પ્રોડક્શન હાઉસ તો કાયદેસર બોગસ દસ્તાવેજો ઉભા કરી ને સબસિડી માટે ની ફાઈલ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ પણ લેતા થઈ ગયા છે.

આવા દલાલો પર કાયદેસર ના પગલાં ક્યારે લેવાશે...?

આપણે કહીએ છીએ કે લોકો ને હવે ગુજરાતી ફિલ્મો મા રસ નથી રહયો.કોઈ ગુજરાતી ફિલ્મો જોવા જતુ નથી પણ એવુ નથી, ગુજરાતી ફિલ્મો જોવા વાળો ગુજરાતી વર્ગ આજે પણ છે.પણ જોવાની ગમે એવી તો ફિલ્મ બનાવી પડે ને...

સાથે સાથે મલ્ટિપ્લેક્સ વધી રહ્યા છે આવી મોંઘવારી માં મધ્યમ અને ગરીબ વર્ગ જે સાચા ગુજરાતી ફિલ્મ ના પ્રેક્ષક વર્ગ કહેવાય તે મલ્ટિપ્લેક્સ ની મોંઘી ટિકિટ ખરીદી ફિલ્મ જોઈ શકતું ન હોય તો આ કેટલું યોગ્ય...?

આજકાલ જે ફિલ્મો બને છે. શુ એને ફિલ્મ કહેવાય...?આજકાલ તો ઈન્સટાગ્રામ મા ફોલોવર વધારે હોય ને સારી રીલ્સ બનાવતો હોય તો પણ એ હીરો બની જાય છે. 

કોઈ યુ ટ્યુબ ચેનલમાં કોમેડી કે શોર્ટ ફિલ્મ મા લકડ ધકડ કામ કર્યું હોય તો મહીના પછી એ પરદા પર હીરો અને હેરોઇન બનીને ચમકે છે.જેને અભીનય નો "અ" પણ નથી આવડતો,જેને અભીનય સાથે દુર દુર સુધી કંઈ લેવાદેવા નથી એવા નપાણીયા હીરો હીરોઈનો ફિલ્મો મા દેખાય તો...તો એ ફિલ્મો કોણ જોવા જાય..?એટલે ભાઈ એવુ નથી કે ગુજરાતી ફિલ્મો  જોવા વાળુ કોઈ નથી હકીકત એ છે કે ગુજરાતી સારી  ફિલ્મો બનાવવા વાળુ કોઈ નથી રહયુ.પણ એક વાત હૂં ચોકકસ કહીશ કે ગુજરાતી ફિલ્મો નુ ભવિષ્ય બહૂ ધુંધળુ છે અત્યારે જ થીયેટર ભાંગી ને મોલ બનવા લાગ્યા છે આવનારા દિવસો મા કદાચ થીયેટર એક ઈતિહાસ બની જશે.

Post a Comment

0 Comments